સુરત શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા સુરત મહાનગરપાલિકા વોર્ડ-૧૬ (પુણા-પશ્ચિમ) માટે ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે।
પાયલ સાકરિયા, પ્રવીણ કાતરિયા અને અસ્મિતાબેન પરમારને પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ઉમેદવારી જાહેર થયા બાદ પાર્ટીના કાર્યકરો અને સમર્થકોએ રૂબરૂ મળી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી।
કાર્યકરોમાં ઉત્સાહજનક વાતાવરણ જોવા મળ્યું હતું અને તેમણે ઉમેદવારો પર વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેઓ વોર્ડના પ્રશ્નોને યોગ્ય રીતે ઉકેલી શકશે અને લોકોનું પ્રતિનિધિત્વ સશક્ત રીતે કરશે।
