વોર્ડ નં. 5 ની કોર્પોરેટર Nirali Patel એ અશ્વની કુમાર / ફૂલપાડા વિસ્તારમાં આવેલા અશ્વિન-૨ સોસાયટીમાં સ્થાનિકોની પ્રાથમિક સમસ્યાઓ અંગે ફરિયાદ મળતાં જ આજે સ્થળ પર મુલાકાત લીધી હતી.
સ્થાનિક રહેવાસીઓ દ્વારા રોજિંદી જીવનને અસર કરતી સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવતા, નિરાલી પટેલે સ્થળ પર રહીને તેમની વાત સાંભળી અને સમસ્યાઓની વિગત મેળવી. તેમણે સંબંધિત વિભાગ સાથે ચર્ચા કરીને સમસ્યાઓનો વહેલી તકે ઉકેલ લાવવાની ખાતરી આપી. સ્થળ પર કરાયેલી મુલાકાતને સ્થાનિકોએ આવકારી હતી અને પ્રશ્નોના નિવારણ અંગે આશા વ્યક્ત કરી હતી.
