ચોર્યાસી વિધાનસભામાં ‘મન કી બાત’ કાર્યક્રમનું સામૂહિક શ્રવણ, દર્શના જરદોશે કર્યો જનસંપર્ક

ચોર્યાસી વિધાનસભામાં ‘મન કી બાત’ કાર્યક્રમનું સામૂહિક શ્રવણ, દર્શના જરદોશે કર્યો જનસંપર્ક

na

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા દર્શના જરદોશે આજે સુરત જિલ્લાના ચોર્યાસી વિધાનસભા વિસ્તારના વોર્ડ નં. 22, બૂથ નં. 399 ખાતે આવેલા વેસૂ ગામમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના પ્રેરણાદાયક માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નું સ્થાનિક નાગરિકો સાથે સામૂહિક શ્રવણ કર્યું હતું.

આ પ્રસંગે દર્શના જરદોશે જણાવ્યું હતું કે ‘મન કી બાત’ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ તે રાષ્ટ્ર નિર્માણની ભાવના, જનભાગીદારી અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂત બનાવે છે. પ્રધાનમંત્રી મોદીજીના વિચારો દરેક નાગરિકને સકારાત્મક વિચારસરણી, સેવા ભાવ અને દેશ માટે કંઈક કરવાની પ્રેરણા આપે છે.

તેમણે વધુમાં કહ્યું કે આવા કાર્યક્રમો દેશભક્તિની ભાવનાને મજબૂત કરે છે અને સમાજને એકજુટ રાખી ભારતને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાના સંકલ્પને વધુ દૃઢ બનાવે છે. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક કાર્યકરો અને નાગરિકોમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart