વોર્ડ નં. 17માં ટ્રાફિક સમસ્યાનો તાત્કાલિક ઉકેલ, કોર્પોરેટર વિપુલ સુહાગિયાની રાત્રી કાર્યવાહી

વોર્ડ નં. 17માં ટ્રાફિક સમસ્યાનો તાત્કાલિક ઉકેલ, કોર્પોરેટર વિપુલ સુહાગિયાની રાત્રી કાર્યવાહી

na

વોર્ડ નં. 17 હેઠળ આવેલા સાકેતધામ સોસાયટી પાસે ખાડી પુલનું કામ શરૂ થતાં સાકેતધામના વળાંક વિસ્તારમાં ભારે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી. રોજબરોજ ત્યાંથી પસાર થનારા વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

પરિસ્થિતિની ગંભીરતા જોતા વોર્ડ 17ના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ ગઈકાલે બપોરે તાત્કાલિક સંબંધિત અધિકારીઓને બોલાવી સ્થળ વિઝિટ કરાવી હતી. સ્થળ પર તપાસ દરમિયાન જાણવા મળ્યું કે વળાંક પર આવેલી પાણીની લાઇનની એક ચેમ્બર રોડ લેવલ કરતા અડધોથી પોણો ફૂટ ઊંચી હોવાથી અડધો રસ્તો અવરોધિત થતો હતો, જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બની હતી.

આ મુદ્દે તાત્કાલિક નિર્ણય લઈ દિવસ દરમ્યાન રોડ બંધ ન રાખવો પડે તે હેતુથી રાત્રિના સમયે કામ કરવાની વ્યવસ્થા કરવામાં આવી. રાત્રે 12:00 વાગ્યે કર્મચારીઓને બોલાવી કામગીરી શરૂ કરવામાં આવી હતી અને રાત્રે 3:00 વાગ્યા સુધીમાં ચેમ્બરના લેવલે સરસ રીતે રોડ બનાવી રોડ વાઈડનિંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું.

આ તાત્કાલિક અને અસરકારક કામગીરીના કારણે આજે સવારથી જ ટ્રાફિક વ્યવસ્થા સુધરેલી જોવા મળી રહી છે. રોજ આ માર્ગ પરથી પસાર થનારા નાગરિકો ચોક્કસપણે એકવાર તો બદલાવ અનુભવી રહ્યા છે અને સ્થાનિકોએ કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ઝડપી કાર્યવાહી માટે સંતોષ વ્યક્ત કર્યો છે.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart