કતારગામ વિસ્તારમાં આવેલી સુમન હાઈસ્કૂલ નંબર 3 ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી સુરત મહાનગર પાલિકાની સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષા અને વોર્ડ નં. 6ના કોર્પોરેટર સોનલ સંજય દેસાઈની ઉપસ્થિતિમાં ઉત્સાહપૂર્વક કરવામાં આવી. આ પ્રસંગે શાળાના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ત્રિરંગાને સલામી આપવામાં આવી.
આ કાર્યક્રમમાં સુરત શહેર યુવા મોરચાના કારોબારી સભ્ય તથા પુરુષાર્થ ક્લાસના સંચાલક અર્શિત કાતરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ વાત એ છે કે અર્શિત કાતરિયાએ પોતાનો અભ્યાસ આ જ શાળામાં કર્યો હોવાથી કાર્યક્રમ વધુ ભાવનાત્મક બની રહ્યો હતો.
કોર્પોરેટર સોનલ દેસાઈએ જણાવ્યું હતું કે શાળાના આંગણે ત્રિરંગાને સલામી આપવી અને તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવો એ તેમના માટે ગર્વની વાત છે. આજના બાળકોમાં રહેલી રાષ્ટ્રભક્તિ જોઈને વિશ્વાસ બેસે છે કે ભારતનું ભવિષ્ય સુરક્ષિત અને સમૃદ્ધ છે.
તેમણે સુંદર આયોજન બદલ શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
