સુરત: સરથાણા વિસ્તારમાં આલિશાન જોગીંગ ટ્રેકનું કામ શરૂ, વડીલો માટે વિશેષ બેસવાની સુવિધા

સુરત: સરથાણા વિસ્તારમાં આલિશાન જોગીંગ ટ્રેકનું કામ શરૂ, વડીલો માટે વિશેષ બેસવાની સુવિધા

na

સુરતના સરથાણા વિસ્તારમાં નાગરિકોના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને આલિશાન જોગીંગ ટ્રેક બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વોર્ડ ૩ના કોર્પોરેટર મહેશ અંગણ દ્વારા આ વિકાસકાર્ય પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જોગીંગ ટ્રેક સાથે સાથે વિસ્તારમાં રહેતા વડીલોને આરામથી બેસી શકે તેવી સુંદર અને સુવિધાજનક વ્યવસ્થા પણ તૈયાર કરવામાં આવી રહી છે.

નેશનલ પાર્ક પાસે રહેતા વડીલોએ બેસવાની યોગ્ય સુવિધા માટે કરેલી રજૂઆતને ધ્યાનમાં લઈ કોર્પોરેટર મહેશ અંગણે રુબરુ સ્થળ વિઝિટ કરી જરૂરી સૂચનો આપ્યા હતા. ઉપરાંત, મિતુલ ફાર્મ પાસે બનાવવામાં આવેલા ગઝેબોમાં ચોમાસા દરમિયાન વરસાદના કારણે કોઈ અગવડતા ન પડે તે માટે પણ યોગ્ય આયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

આ વિકાસકાર્યોથી સરથાણા વિસ્તારના નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ મળશે તેમજ વડીલો માટે સુરક્ષિત અને આરામદાયક વાતાવરણ તૈયાર થશે. સ્થાનિક નાગરિકોએ પણ આ પહેલને આવકાર આપ્યો છે અને કોર્પોરેટર મહેશ અંગણના પ્રયાસોની પ્રશંસા કરી છે.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart