વોર્ડ નંબર 3ના કોર્પોરેટર મહેશ અણઘણે જણાવ્યું કે વિસ્તારને ધૂળની ડમરીઓથી મુક્ત કરી મજબૂત અને સુવ્યવસ્થિત માર્ગ નેટવર્ક બનાવવા માટે સતત પ્રયત્નશીલ છીએ. તેના ભાગરૂપે નેશનલ પાર્ક થી માનસરોવર સોસાયટી સુધીનો આલિશાન ACC રોડ મંજુર કરાવવામાં આવ્યો છે.
આજ રોજ સ્થાનિક વડીલોના હસ્તે રોડ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના સંનિષ્ઠ કાર્યકરો અને સ્થાનિક રહેવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ખાતમુહૂર્ત બાદ રોડની કામગીરીની સત્તાવાર શરૂઆત કરવામાં આવી, જે વિસ્તારના લોકોને સુવિધા અને વિકાસ તરફનો મહત્વનો પગથિયો સાબિત થશે.
