ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના મધ્યસ્થ કાર્યાલય ખાતે આજે આયોજિત મજુરા વિધાનસભાની અગત્યની બેઠકમાં વોર્ડ નં. 23 ના કોર્પોરેટર પરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને પાર્ટીના કાર્યકર્તાઓ તથા પદાધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં મજુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં વિધાનસભામાં સમાવિષ્ટ વોર્ડોના તમામ વોર્ડ પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, તમામ કૉર્પોરેટરશ્રીઓ, શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ, તમામ શક્તિકેન્દ્રના ઇન્ચાર્જશ્રીઓ, બુથ પ્રમુખશ્રીઓ તેમજ તમામ આગેવાનશ્રીઓ હાજર રહ્યા હતા.
બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવાની તથા મેદાની સ્તરે સમન્વય વધારવાની દિશામાં ચર્ચા કરવામાં આવી હતી.
