સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિના પાવન અવસરે વોર્ડ નં. 3ના કોર્પોરેટર મહેશ અંગણે મહાન સંત અને વિચારક સ્વામી વિવેકાનંદજીના ચરણોમાં નતમસ્તક વંદન અર્પણ કર્યું. તેમણે જણાવ્યું કે સ્વામી વિવેકાનંદજીના વિચારો આજે પણ સમાજ અને યુવાનો માટે માર્ગદર્શક છે.
મહેશ અંગણે સ્વામી વિવેકાનંદજીનું પ્રેરણાદાયી વાક્ય ઉલ્લેખ કરતા કહ્યું, “જેવો તમે વિચાર કરો છો તેવા જ તમે બની જાવ છો. જો તમે પોતાની જાતને નિર્બળ માનો છો તો નિર્બળ બની જાશો અને જો તમે પોતાને સમર્થ માનો છો સમર્થ બની જશો.” તેમણે કહ્યું કે આ વિચાર આત્મવિશ્વાસ અને સકારાત્મકતાનું મહત્વ સમજાવે છે.
તેમણે વધુમાં સ્વામી વિવેકાનંદજીના અન્ય શબ્દો યાદ કર્યા, “બ્રહ્માંડની બધી શક્તિઓ આપણી અંદર છે. આપણે આંખ ઉપર હાથ મૂકી દઈએ છીએ અને પછી રડીએ છીએ કે અંધારું છે.” આ વિચાર માનવમાં રહેલી આંતરિક શક્તિઓને ઓળખવાની પ્રેરણા આપે છે.
મહેશ અંગણે વધુ એક વિચાર રજૂ કર્યો, “એક વિચાર લો એ વિચારને તમારું લક્ષ્ય બનાવી લો. તેના વિશે વિચારો. તેના સપના જુઓ, તેને મન, નસો અને શરીરના દરેક ભાગને તે વિચારમાં ડૂબાડી દો, બીજા વિચારોને બાજુમાં મૂકી દો.” તેમણે જણાવ્યું કે આ વિચારથી વ્યક્તિ પોતાના લક્ષ્ય તરફ અડગ રહી આગળ વધી શકે છે.
અંતમાં તેમણે જણાવ્યું કે આ સદવિચારોથી આપણે પોતાનું જીવન સુધારી શકીએ છીએ અને સમાજ માટે ઉપયોગી બની શકીએ છીએ. તેમણે ઉમેર્યું, “આવા સદવિચારો આપનાર સ્વામી વિવેકાનંદજીને કોટિ કોટિ વંદન.”
