વોર્ડ નં. 9 હેઠળ આવેલા માનવધર્મ આશ્રમ વિસ્તારની સંત તુકારામ સોસાયટી વિભાગ-2 ખાતે આજે ડ્રેનેજ લાઈનના કામનું ખાતમુર્હુત કરવામાં આવ્યું.
આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી નેન્સીબેન શાહ, વોર્ડ નં. 9 ના કોર્પોરેટર શ્રીમતી ગૌરીબેન મગનભાઈ સાપરિયા, વોર્ડ પ્રમુખ, મહામંત્રી, સોસાયટીના પ્રમુખ શ્રી, સોસાયટીના સર્વે ભાઈઓ-બહેનો તેમજ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતા.
કોર્પોરેટર ગૌરીબેન સાપરિયાએ જણાવ્યું કે આ ડ્રેનેજ લાઈનનું કામ પૂર્ણ થતાં વિસ્તારમાં સ્વચ્છતા સુધરશે અને લાંબા સમયથી ચાલતી સમસ્યાઓનો ઉકેલ મળશે. તેમણે સહકાર બદલ સોસાયટીના રહેવાસીઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો.
