આજ રોજ વોર્ડ-૧૬ની કોર્પોરેટર પાયલ સાકરિયા દ્વારા પોતાના મતવિસ્તારના પુણા વિસ્તારમાં ઘણા સંઘર્ષ બાદ મંજૂર કરાવવામાં આવેલા કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
પુણા વિસ્તારના નાગરિકોની વર્ષો જૂની માંગને અંત લાવતો આ પ્રોજેક્ટ હવે સાકાર થવાની દિશામાં આગળ વધ્યો છે. કોમ્યુનિટી હોલના નિર્માણથી સ્થાનિક લોકોને લગ્ન, સામાજિક કાર્યક્રમો, બેઠક તેમજ સારા-નરસા તમામ પ્રસંગો પોતાના જ વિસ્તારમાં આયોજન કરવાની સુવિધા મળશે.
આ વિકાસકાર્યથી વોર્ડ-૧૬માં સામાજિક સુવિધાઓમાં વધારો થશે અને સ્થાનિક નાગરિકોના જીવનમાં સગવડતા આવશે. ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા નાગરિકોએ આ મહત્વપૂર્ણ પગલાં બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.
