આજરોજ ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના મધ્યસ્થ કાર્યાલય ખાતે આયોજિત અન્ય ભાષાભાષી સેલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વોર્ડ નંબર 23ના કોર્પોરેટર પરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને સભ્યોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
બેઠક દરમિયાન સંગઠન મજબૂત બનાવવા, વિવિધ ભાષાભાષી સમુદાયો સાથે વધુ અસરકારક સંપર્ક સ્થાપિત કરવા તથા પાર્ટીની વિચારધારાને વ્યાપક રીતે લોકો સુધી પહોંચાડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કોર્પોરેટર પરેશ પટેલે કાર્યકર્તાઓને સંકલિત રીતે કાર્ય કરવાની અપીલ કરી અને આવનારા કાર્યક્રમો માટે તૈયારી અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં સેલના પદાધિકારીઓ, આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
