વોર્ડ નં. ૧૭ ના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ ગઈકાલે વિસ્તારની પ્રમુખછાયા સોસાયટીમાં ચાલી રહેલા સીસી રોડના કામની સ્થળ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે સ્થાનિક લોકોને મળીને તેમની સમસ્યાઓ અને પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી.
કોર્પોરેટરે રોડના કામની પ્રગતિ અને ગુણવત્તાની તપાસ કરી હતી તેમજ લોકોના પ્રતિસાદને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લેવામાં આવશે તેવી ખાતરી આપી હતી. તેમણે વિકાસકામો સમયસર અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ થાય તે અંગે ભાર મૂક્યો હતો.
