વોર્ડ નં. 6 ના કોર્પોરેટર દક્ષેશ માવણી દ્વારા રત્નમાલા બ્રિજનું કામ ઝડપી પૂર્ણ કરવા પર ભાર

વોર્ડ નં. 6 ના કોર્પોરેટર દક્ષેશ માવણી દ્વારા રત્નમાલા બ્રિજનું કામ ઝડપી પૂર્ણ કરવા પર ભાર

na

કતારગામથી અમરોલી તરફ જતા માર્ગ પર સર્જાતી ગંભીર ટ્રાફિક સમસ્યાઓમાંથી જનતાને મુક્તિ મળે તે હેતુથી સુરત મહાનગરપાલિકા દ્વારા રત્નમાલા બ્રિજનું કામ ઝડપી ગતિએ પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. આ બાબતે વોર્ડ નં. 6 ના કોર્પોરેટર દક્ષેશ માવણીએ માહિતી આપી હતી.

હાલ રત્નમાલા બ્રિજની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. કમૂરતા ઉતરતાં જ કામગીરી પૂર્ણ થતાં કતારગામથી અમરોલી તરફ જતો એક તરફનો બ્રિજ જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે.

દક્ષેશ માવણીએ જણાવ્યું હતું કે બ્રિજ ખુલ્લો થતાં વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થશે અને રોજિંદા વાહનચાલકોને મોટી રાહત મળશે. આ બ્રિજ વિસ્તારની ટ્રાફિક સમસ્યાઓ માટે ઓક્સિજન રૂપ સાબિત થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart