આવનારી ચૂંટણીના પગલે આમ આદમી પાર્ટીએ સુરતમાં સંગઠન મજબૂત કરવાની દિશામાં કામગીરી તેજ કરી છે. વોર્ડ નંબર 17માં આજ રોજ સ્થાનિક કોર્પોરેટર વિપુલ સુહાગિયા ની આગેવાની હેઠળ મહત્વની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં આમ આદમી પાર્ટી સુરત શહેરના વોર્ડ પ્રભારી અને વિધાનસભા પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ વાત એ રહી કે આ બેઠકમાં આપ ગુજરાત પ્રદેશ પ્રભારી શ્રી ગોપાલ રાય હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન ચૂંટણીની તૈયારી, બુથ સ્તરની મજબૂતી, કાર્યકર્તાઓ વચ્ચે સંકલન અને જનસંપર્ક અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
શ્રી ગોપાલ રાયએ કાર્યકર્તાઓને સંબોધતા સંગઠનની શિસ્ત, એકતા અને જમીનસ્તર પરની કામગીરી પર ભાર મૂક્યો હતો. કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ જણાવ્યું હતું કે સુરતમાં આમ આદમી પાર્ટી પ્રત્યે લોકોનો વિશ્વાસ સતત વધી રહ્યો છે અને પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
બેઠક અંતે આવનારી ચૂંટણીમાં મજબૂત રીતે ઉતરવા માટે સંયુક્ત અને આયોજનબદ્ધ રીતે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.
