સુરતના વોર્ડ નં. 5માં નવી મ્યુનિસિપલ શાળા ભવનનું લોકાર્પણ, ધારાસભ્ય કાંતિભાઈ બલરની આગેવાની

સુરતના વોર્ડ નં. 5માં નવી મ્યુનિસિપલ શાળા ભવનનું લોકાર્પણ, ધારાસભ્ય કાંતિભાઈ બલરની આગેવાની

na

શહેરમાં શૈક્ષણિક માળખું મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે વોર્ડ નં. 5માં આવેલ સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળા નં. 90ના નવા ભવનનું આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ વિધિ 160 વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલર સાહેબની આગેવાની હેઠળ યોજાઈ હતી.

આ પ્રસંગે વોર્ડ નં. 5ના કોર્પોરેટર નિરાલી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સુવિધાયુક્ત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે આધુનિક માળખું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તથા સ્થાનિક પ્રતિનિધિઓ દ્વારા સુરત શહેરમાં શિક્ષણક્ષેત્રે સતત સુધારા કરવામાં આવી રહ્યા છે. નવી શાળા ભવનથી વિદ્યાર્થીઓને વધુ સુવિધાઓ મળશે અને અભ્યાસ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થશે.

લોકાર્પણ કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકો, શાળા સ્ટાફ તથા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ પહેલને વોર્ડ 5 માટે મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart