વોર્ડ નં. 16ના કોર્પોરેટર પાયલ સકારિયા ગત રોજ સમસ્ત કુકડિયા પરિવાર દ્વારા આયોજિત કુકડિયા પ્રીમિયર લીગ – KPL 2.0 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ટૂર્નામેન્ટમાં મોટી સંખ્યામાં યુવાનો અને ક્રિકેટ પ્રેમીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહથી છલકાયું હતું.
