વોર્ડ નં. 1ના કોર્પોરેટર ગીતા સોલંકી આજ રોજ સુરત મહાનગર પાલિકાના અઠવા ઝોનમાં આવેલ અગ્રેસન ભવનની બાજુમાં આવેલા અગ્રેસન ગાર્ડન અંગે મળેલી ફરિયાદને લઈને સ્થળ પર મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન સ્થાનિક કોર્પોરેટરો તથા સંબંધિત અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. કોર્પોરેટર ગીતા સોલંકીએ સ્થળ પર ફરિયાદની તપાસ કરી અને ગાર્ડન સંબંધિત સમસ્યાઓનો વહેલી તકે નિકાલ કરવા અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
તેમણે જણાવ્યું કે નાગરિકોના ઉપયોગ માટેના જાહેર સ્થળોની યોગ્ય જાળવણી ખૂબ જ જરૂરી છે અને નાગરિકોને સ્વચ્છ તથા સુરક્ષિત વાતાવરણ મળી રહે તે માટે તાત્કાલિક પગલાં લેવાં જરૂરી છે. સ્થાનિક રહેવાસીઓએ પણ તાત્કાલિક કાર્યવાહી બદલ કોર્પોરેટર ગીતા સોલંકીનો આભાર વ્યક્ત કર્યો હતો.
